ફોન નં. +૯૧-૯૭૨૬૯ ૬૫૨૬૪ | English | ગુજરાતી

ગીર ગાયનું દૂધ

About Gaushala

ગીર ગાયનું દૂધ

જેમ ગીર ગાય એક શ્રેષ્ઠ જાતિની ગાય તરીકે ઓળખાય છે તેમ તેનું દૂધ પણ અમૃત સમાન છે. તે પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે મજબૂત હીલીંગ પાવર ધરાવે છે. તેનું સૌથી અગત્યનું ખનીજ, કેલ્શિયમ હાડકાઓના વિકાસ અને તાકાત માટે ઉપયોગી છે. તેના અન્ય ફાયદાઓ કેન્સર જેવા રોગો સામે લડવા માટે પણ ઉપયોગી છે. તેનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન ગાઉટ (એક પ્રકાર નો સંધિવા) જેવા રોગ સામે ખૂબ જ અસરકારક છે. ગીર ગાયનું દૂધ વિટામીન્સથી ભરપૂર હોવાને કારણે એનર્જી પેદા કરે છે અને આપણા શરીરને સ્વસ્થ રાખે છે. હૃદય ની યોગ્ય કામગીરી, સ્નાયુઓના સંકોચન તેમજ ચેતાતંત્રની કામગીરી માટે આપણા શરીરમાં પોટેશિયમ જરૂરી છે જે ગીર ગાયના દૂધમાં ઉપલબ્ધ છે. મૂળ ગીર ગાય અને તેના દૂધના અગણિત ગુણો છે. તેથી જ ગીર ગાયનું એક કપ શુધ્ધ દૂધ આપણા શરીરની દૈનિક જરૂરિયાત પરિપૂર્ણ કરી આપણી શારીરિક ક્ષમતા વધારે છે. ગીર ગાયના દૂધમાથી બનતા દૂધ, દહી અને છાશ જેવા ડેરી ઉત્પાદનો પણ અનેક રીતે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.