ફોન નં. +૯૧-૯૭૨૬૯ ૬૫૨૬૪ | English | ગુજરાતી

ગીર ગાય

ગીર ગાય વિશે સંક્ષિપ્ત માહિતી

ભારતીય ગાયો પૌષ્ટિક દૂધ ના ઉત્પાદન માટે ઓળખાય છે, જે આપણને ઘણા રોગો સામે રક્ષણ આપે છે. ભારતમાં ગીર ગાય તેના અસામાન્ય લક્ષણો અને ગુણવત્તા માટે લોકપ્રિય છે. તથા દૂધ ઉત્પાદનની ગુણવત્તા અને ભારે બિલ્ડ(શરીર) ના કારણે તેને ગાય ની શ્રેષ્ઠ જાતી ગણવામાં આવે છે. વધુમાં, આ જાતિની ગાય જુદા જુદા ટ્રોપીકલ રોગોની પ્રતિકાર ક્ષમતા માટે તેમજ તણાવયુક્ત સ્થિતિ દૂર કરવા માટે પ્રખ્યાત છે. તેનું સરેરાશ આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષ છે અને તે લગભગ ૬ થી ૧૦ વાછરડાં ને જન્મ આપે છે. તે સરેરાશ હરરોજ ૪.૫% ફેટ સાથે ૧૨ થી ૧૩ લિટર દૂધ આપે છે.

મોટા ભાગ ની ગીર ઓલાદો વર્ષમાં ૧૦ માસ દૂધ આપે છે અને અન્ય કોઈ દૂધ સંબંધી સમસ્યાઓ થતી નથી. ગીર ભારતના ગુજરાત રાજ્ય માં જૂનાગઢથી ૪૫ કિમી દૂર આવેલું છે. ગીર ગાય ની ઓલાદ તેના કુદરતી સૌંદર્ય, વજન, ઉંચાઈ અને અલગ દેખાવ માટે પ્રખ્યાત છે.


શા માટે ગીર ગાય?

જ્યારે ગીર ગાય ની ઓલાદ પસંદ કરવાની વાત આવે ત્યારે ઉત્તમ ગુણવત્તાવાળી જાતિની ગાય તરીકે ગીર ગાય યોગ્ય વિકલ્પ છે. ઘણા કારણો છે જે તમને યોગ્ય જાતિ પસંદ કરવા માં મદદ કરે છે.

ગીર ગાય ના અમુક લાભો નીચે મુજબ છે.

  • તે પૌષ્ટિક દૂધ તેમજ વધુ દૂધ ઉત્પાદન માટે શ્રેષ્ઠ જાતિ છે.
  • વધુમાં, ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે, તે તેની ભારે બિલ્ડ(શરીર), વિશિષ્ટ દેખાવ અને સાલસ સ્વભાવ માટે પણ જાણીતી છે.
  • આ ગાય ની ઓલાદ રોગો સામે સારી પ્રતિકારક્ષમતા ધરાવે છે. અને કોઈપણ ચેપ/ ઇન્ફેકશન માટે સંવેદનશીલ નથી. તેને સામાન્ય રીતે લીલા જુવાર, લીલું ઘાસ, સૂકો ચારો, બાજરી વગેરે ખવડાવવામાં આવે છે. આથી, અન્ય ની સરખામણીમાં આ જાતિની ઓલાદોને સાચવવી ઓછી ખર્ચાળ અને ઓછી જટિલ છે.
  • આ જાતિની કેટલીક ગાય તેના આયુષ્ય દરમિયાન ૧૨ કરતાં પણ વધુ વાછરડા ને જન્મ આપે છે. સામાન્ય રીતે તે ૬ થી ૧૦ વાછરડા પેદા કરે છે. જો સારો ખોરાક અને તંદુરસ્ત ઉછેર થાય તો તે ૩૬ મહિનાની ઉમરે તેનું પ્રથમ વાછરડું આપી શકે છે.

About Gaushala

શા માટે ગાય આપણી માતા તરીકે ઓળખાય છે?

ભારતમાં તેમજ ઘણા એશિયન દેશોમાં ગાય પવિત્ર પ્રાણી તરીકે ઓળખાય છે. પૃથ્વી પર ગાય એ એકમાત્ર એવું પ્રાણી છે જે માતા તરીકે ઓળખાય છે અને જે તેના ઉત્તમ પૌષ્ટિક દૂધ અને અન્ય ઉત્પાદનો રૂપે લોકોને આશીર્વાદ આપે છે. હાલના સમયમાં પણ ભારત ના ઘણા ગામડાઓમાં ગાય ના ગોબરનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. ગાયનું દૂધ, ગાય નું ઘી, દહીં તેમજ ગાયના દૂધમાંથી બનતા અન્ય ડેરી ઉત્પાદનોને ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તમારા રોજિંદા આહારમાં ગાય ના દૂધ અને ગાય ના ઘી ની આદત તમને તંદુરસ્ત રાખે છે અને રોગ-પ્રતિકારક્ષમતા વધારે છે. આયુર્વેદમાં ઘણા રોગોના ઈલાજ માટે પણ ગૌમુત્ર નો ઉપયોગ થાય છે. ગાય કેટલાક ઉત્તમ લક્ષણો જેવા કે ધીરજ, સહિષ્ણુતા, સૌમ્યતા, તેમજ અન્ય ગુણો પણ ધરાવે છે.


ગાય વિશે જાણવા જેવુ

ગાય એ એકમાત્ર એવું પ્રાણી છે જ શ્વાસ માં લીધેલ ઑક્સીજન ( ૨૧%) માથી માત્ર ૫% વાપરે છે અને ૧૬% ઑક્સીજન ઉચ્છવાસ દ્વારા બહાર કાઢે છે. જો તમને બ્લડ પ્રેશર ની તકલીફ હોય અને તમે તમારા હાથ દ્વારા હરરોજ ૧૫ મિનિટ માટે ગાય ના શરીર પર મસાજ કરો તો તમને બ્લડ પ્રેશર ની સમસ્યાથી છૂટકારો મળશે. એક ચમચી ગાયનું ઘી ખાવાથી ઘણા બધા રોગોથી દૂર રહી શકાય છે.


રોજિંદા જીવનમાં ગીર ગાયનું મહત્વ

આપના રોજિંદા જીવનમાં, સવારથી લઈને રાત સુધી , આપણને દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો ની જરૂર પડે છે. ગીર ગાય તેના અસમાન્ય ગુણો ના કારણે વિશ્વમાં શ્રેષ્ઠ ગાય ગણવામાં આવે છે. ગીર ગાય તેના વધુ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે અને તેની જાળવણી માટે તે ઓછી ખર્ચાળ અને ઓછી જટિલ છે. ગીર ગાય રાખવાથી તમારા આરોગ્ય, સંપતિ અને સમૃધ્ધિ વધે છે તેમજ તમારો પરિવાર તંદુરસ્ત રહે છે. તેનું દૂધ અન્ય ઘણી રીતે ફાયદાકારક હોવાની સાથે અત્યંત પૌષ્ટિક ગણવામાં આવે છે કારણ કે તે અત્યંત પોષણયુક્ત અને શક્તિદાયક છે. તે તમારા કુટુંબ ની શારીરિક અને માનસિક શક્તિ વધારવા ઉપયોગી છે. વધુમાં, ગાયનું છાણ પણ જૈવિક ખાતર ના ઉત્પાદનમાં વપરાય છે જે ખેડૂતોને તેમના ખેતરમાં ખૂબ ઉપયોગી છે. ગીર ગાય આશરે ૬ થી ૧૦ વાછરડા ને જન્મ આપે છે. આમ, તે ખેડૂતોની સ્મૃધ્ધિ વધારવામાં પણ મદદરૂપ છે.


ગીર ગાયના લાભ : દૂધ, ઘી, મૂત્ર, ગોબર

સમગ્ર વિશ્વમાં ગીર ગાય તેના ઉત્તમ ગુણોના કારણે શ્રેષ્ઠ જાતિ તરીકે ગણવામાં આવે છે. વધુ દૂધ ઉત્પાદન થી લઈને વધુ સંખ્યામાં વાછરડા ને જન્મ આપવા માટે, ગીર ગાય અન્ય જાતિની સરખામણી માં ટોચનું સ્થાન ધરાવે છે. જ્યારે ગીર ગાયના દૂધ ની વાત કરીએ તો તેનું વધુ શક્તિ અને વધુ પૌષ્ટિકતા ની સાથે ઓછું ફેટ લોકોના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે તમારા શરીરમાં ફેટનું સ્તર વધારતું નથી પરંતુ તમારા શરીરને વધુ તાકાત આપે છે અને તમને શારીરિક રીતે સુસ્વસ્થ અને સમગ્ર દિવસ માટે તાજા રાખે છે. ગીર ગાયના ઘી માં ઘણા ગુણો છે જે તમને તંદુરસ્ત રેહવામા મદદ કરે છે. તે તમારા શરીર નું કોલેસ્ટેરોલ લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમારું વજન જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે. તેમજ ઓછું વજન ધરાવતા લોકોને વજન વધારવા અને વધુ વજન ધરાવતા લોકોને વજન ઘટાડવા માટે મદદ કરે છે. ગીર ગાયનું મૂત્ર આયુર્વેદમાં શ્રેષ્ઠ ઔષધ તરીકે ગણવામાં આવે છે. તેના ૧૬ પોષક તત્વો નાના થી મોટા રોગોના ઇલાજમાં તેમજ આપણી રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં મદદરૂપ છે. ગીર ગાયના ગોબરમાંથી બનાવેલું ખાતર, ખેડૂતોને તેમની જમીન ફળદ્રુપ બનાવવા અને પાકનું ઉત્પાદન વધારવામાં ખૂબ ઉપયોગી છે.