ફોન નં. +૯૧-૯૭૨૬૯ ૬૫૨૬૪ | English | ગુજરાતી

ગાયનું દૂધ

About Gaushala

ગાયનું દૂધ

ગાય ના દૂધના અનેક ફાયદા હોવા છતાં ભારતમાં લોકો વધુ ફેટવાળું અથવા પાવડર દ્વારા બનાવેલું કે અન્ય પદાર્થો ઉમેરેલું દૂધ પસંદ કરે છે. પ્રાચીન કાળથી જ ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવlમાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો આપણા મગજ, હૃદય અને આંખો માટે ઉપયોગી છે. તે ફેટ, પ્રોટીન અને કેલ્શિયમ જેવા તત્વોનો પણ સારો સ્ત્રોત છે. તેને સરળતાથી પચાવી શકાય છે તેથી બાળકોની ઝાડા કે ઉલટીની સમસ્યામાં તે ઉપયોગી નીવડે છે. ગાયના દૂધના અનેક લાભો છે કારણ કે તે હાડકાને મજબૂત બનાવે, યાદશક્તિ સુધારે, રોગ પ્રતિકારક શક્તિ વધારે અને અન્ય પણ ઘણા ફાયદા છે. તેથી યોગ્ય જાતિનું ગાયનું દૂધ ઉપયોગમાં લેવું જરૂરી છે.