ફોન નં. +૯૧-૯૭૨૬૯ ૬૫૨૬૪ | English | ગુજરાતી

ગીર ગોપાલ ગૌશાળા

ગીર ગોપાલ ગૌશાળા – ગીર ગાયો ની પ્રાકૃતિક જાતિ અને તેના ઉત્પાદનોનું ગુજરાત માં આવેલું અસમાન્ય ફાર્મ.

ગીર ગોપાલ ગૌશાળા એ એક સુસ્થાપિત કુદરતી ફાર્મ છે, જ્યાં અમે ખાસ ગીર ગાયોની દેખભાળ અને કાળજીપૂર્વક સાચવણી કરીએ છીએ. અમારી ગાયો ની સંભાળ સારી રીતે તાલીમ પામેલ પ્રોફેશનલ્સ દ્વારા થાય છે અને તેમના સંપૂર્ણ વિકાસ માટે તેમણે પ્રોટીન અને વિટામીન્સ થી સમૃદ્ધ ખોરાક આપવામાં આવે છે. ગાયોને તંદુરસ્ત રાખવા માટે અમે નિયમિત આરોગ્ય તપાસ પણ કરીએ છીએ. અમારી ગૌશાળા ગીર ગાયોની મૂળભૂત જરૂરિયાતો ની બધી સુવિધાઓથી સજ્જ છે. અમારા ગીર ગાય દૂધ,ગીર ગાય ઘી અને અન્ય પદાર્થો નું પોષણ મૂલ્ય જાળવી રાખવા માટે અને તેને આરોગ્યપ્રદ રાખવા માટે તેમનું ઉત્પાદન સંપૂર્ણપણે ચકાસણી હેઠળ કરવામાં આવે છે.
ગાયોનું આપણા જીવન માં મહત્વ અમે સમજીએ છીએ એટલા માટે જ જાગરુકતા વધારવાની સાથે સાથે ગાયોના સંરક્ષણ માટે અમે તમામ પ્રયાસો કરીએ છીએ. ગાય નું દૂધ , ઘી અને અન્ય ઉત્પાદનો સ્વાસ્થ્ય અને મન તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી છે તેના વિષે અમે લોકોને માર્ગદર્શન પણ આપીએ છીએ.

આમારાં ઉત્પાદનો

દેશી ગાયનું દૂધ

વિદેશી જાતિની ગાયની તુલનામાં દેશી ગાયનું દૂધ રોગો સામે લડવા માટે વધુ તાકાત ધરાવે છે. દેશી ગાયના દૂધમાં ૮ પ્રકારના પ્રોટીન અને ૧૧ પ્રકારના વિટામીન્સનો...વિગતવાર વાંચો

ગીર ગાયનું દૂધ

જેમ ગીર ગાય એક શ્રેષ્ઠ જાતિની ગાય તરીકે ઓળખાય છે તેમ તેનું દૂધ પણ અમૃત સમાન છે. તે પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે મજબૂત...વિગતવાર વાંચો

ગીર ગાયનું ઘી

એ વાત જાણીતી જ છે કે ગાયના શુધ્ધ ઘીના અનેક ઔષધિય ઉપયોગો પણ છે અને તે અસરકારક છે. અમારી ગીર ગોપાળ ગૌશાળામાં અમે કોઈપણ...વિગતવાર વાંચો

ગીર ગાયનું ગૌમુત્ર

ભારતીય સંસ્કૃતિમાં ગાયનો પેશાબ ગૌમૂત્ર તરીકે ઓળખાય છે જે શરીરના શુધ્ધિકરણ માટે ઉપયોગી છે. તે ઘણા રોગો માટે એક અસરકારક ઉપાય છે...વિગતવાર વાંચો

ગીર ગાયના લાભ

  • ગીર ગાયનું દૂધ તમારા શરીરમાં ફેટનું સ્તર વધારતું નથી પરંતુ તમારા શરીરને વધુ તાકાત આપે છે અને તમને શારીરિક રીતે સુસ્વસ્થ અને સમગ્ર દિવસ માટે તાજા રાખે છે.
  • ગીર ગાયના ઘી માં ઘણા ગુણો છે જે તમને તંદુરસ્ત રેહવામા મદદ કરે છે. તે તમારા શરીર નું કોલેસ્ટેરોલ લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • ગીર ગાયનું મૂત્ર આયુર્વેદમાં શ્રેષ્ઠ ઔષધ તરીકે ગણવામાં આવે છે. તેના ૧૬ પોષક તત્વો નાના થી મોટા રોગોના ઇલાજમાં તેમજ આપણી રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં મદદરૂપ છે. ગીર ગાયના ગોબરમાંથી બનાવેલું ખાતર, ખેડૂતોને તેમની જમીન ફળદ્રુપ બનાવવા અને પાકનું ઉત્પાદન વધારવામાં ખૂબ ઉપયોગી છે.
વિગતવાર વાંચો

ગીર ગાય વિશે સંક્ષિપ્ત માહિતી

ભારતીય ગાયો પૌષ્ટિક દૂધ ના ઉત્પાદન માટે ઓળખાય છે, જે આપણને ઘણા રોગો સામે રક્ષણ આપે છે. ભારતમાં ગીર ગાય તેના અસામાન્ય લક્ષણો અને ગુણવત્તા માટે લોકપ્રિય છે. તથા દૂધ ઉત્પાદનની ગુણવત્તા અને ભારે બિલ્ડ(શરીર) ના કારણે તેને ગાય ની શ્રેષ્ઠ જાતી ગણવામાં આવે છે. વધુમાં, આ જાતિની ગાય જુદા જુદા ટ્રોપીકલ રોગોની પ્રતિકાર ક્ષમતા માટે તેમજ તણાવયુક્ત સ્થિતિ દૂર કરવા માટે પ્રખ્યાત છે. તેનું સરેરાશ આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષ છે અને તે લગભગ ૬ થી ૧૦ વાછરડાં ને જન્મ આપે છે. તે સરેરાશ હરરોજ ૪.૫% ફેટ સાથે ૧૨ થી ૧૩ લિટર દૂધ આપે છે.

મોટા ભાગ ની ગીર ઓલાદો વર્ષમાં ૧૦ માસ દૂધ આપે છે અને અન્ય કોઈ દૂધ સંબંધી સમસ્યાઓ થતી નથી. ગીર ભારતના ગુજરાત રાજ્ય માં જૂનાગઢથી ૪૫ કિમી દૂર આવેલું છે. ગીર ગાય ની ઓલાદ તેના કુદરતી સૌંદર્ય, વજન, ઉંચાઈ અને અલગ દેખાવ માટે પ્રખ્યાત છે.....વિગતવાર વાંચો

શા માટે ગીર ગાય?

જ્યારે ગીર ગાય ની ઓલાદ પસંદ કરવાની વાત આવે ત્યારે ઉત્તમ ગુણવત્તાવાળી જાતિની ગાય તરીકે ગીર ગાય યોગ્ય વિકલ્પ છે. ઘણા કારણો છે જે તમને યોગ્ય જાતિ પસંદ કરવા માં મદદ કરે છે. ગીર ગાય ના અમુક લાભો નીચે મુજબ છે. તે પૌષ્ટિક દૂધ તેમજ વધુ દૂધ ઉત્પાદન માટે શ્રેષ્ઠ જાતિ છે.વધુમાં, ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે, તે તેની ભારે બિલ્ડ(શરીર), વિશિષ્ટ દેખાવ અને સાલસ સ્વભાવ માટે પણ જાણીતી છે.આ ગાય ની ઓલાદ રોગો સામે સારી પ્રતિકારક્ષમતા ધરાવે છે. .....વિગતવાર વાંચો
ભારતમાં તેમજ ઘણા એશિયન દેશોમાં ગાય પવિત્ર પ્રાણી તરીકે ઓળખાય છે. પૃથ્વી પર ગાય એ એકમાત્ર એવું પ્રાણી છે જે માતા તરીકે ઓળખાય છે અને જે તેના ઉત્તમ પૌષ્ટિક દૂધ અને અન્ય ઉત્પાદનો રૂપે લોકોને આશીર્વાદ આપે છે. હાલના સમયમાં પણ ભારત ના ઘણા ગામડાઓમાં ગાય ના ગોબરનો બળતણ તરીકે ઉપયોગ થાય છે....વિગતવાર વાંચો

ગાયનું દૂધગાય ના દૂધના અનેક ફાયદા હોવા છતાં ભારતમાં લોકો વધુ ફેટવાળું અથવા પાવડર દ્વારા બનાવેલું કે અન્ય પદાર્થો ઉમેરેલું દૂધ પસંદ કરે છે. પ્રાચીન કાળથી જ ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવlમાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો આપણા મગજ, હૃદય અને આંખો માટે ઉપયોગી છે. તે ફેટ, પ્રોટીન અને કેલ્શિયમ જેવા તત્વોનો પણ સારો સ્ત્રોત છે. તેને સરળતાથી પચાવી શકાય છે તેથી....વિગતવાર વાંચો