ફોન નં. +૯૧-૯૭૨૬૯ ૬૫૨૬૪ | English | ગુજરાતી

અમારા વિશે

ગીર ગોપાલ ગૌશાળા – ગીર ગાયોનું કુદરતી અને શાંતિપૂર્ણ ઘર.

ગીર ગાયોનું મહત્વ વધારવાના અને લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તેના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી , ભારતના ગુજરાત રાજ્યના ગાંધીનગર જીલ્લામાં ગીર ગોપાલ ગૌશાળાની સ્થાપના કરવામાં આવી છે. શ્રેષ્ઠ આરોગ્ય અને વિકાસ માટે અમારી ગાયોને સૌથી અનુકૂળ અને કુદરતી પર્યાવરણ મળી રહે તે માટે અમારી ગૌશાળા આધુનિક તેમજ પરંપરાગત પદ્ધતિ થી સુસજ્જ છે.

શ્રી ધીરજ પટેલ અને શ્રી ઘનશ્યામ પટેલ દ્વારા ગુજરાત ના હરિયાળા શહેર ગાંધીનગર નજીક (દેહગામ-રખિયાલ રોડ), ગાંધીનગર ખાતે ગીર ગોપાલ ગૌશાળા સ્થાપવામાં આવી છે. ગૌશાળા ના વર્ષોના અનુભવ , મૂળ ગાય ની જાતિઓના અને તેમને કાળજીપૂર્વક જાળવવાના ઊંડાણપૂર્વક ના જ્ઞાન સાથે, આ ગૌશાળા ના સ્થાપક ના નવા સાહસમાં સ્થાપના સાથે આ એક મહાન મિશન છે. ગીર ગાય જાતિની કાર્યક્ષમ કાળજી લેવાની સાથે તેઓ ગૌશાળા ની તમામ પ્રવૃતિઓ ખૂબ જ કૌશલ્યતા થી સંભાળે કરે છે.


અમારું ગીર ગોપાલ ફાર્મ

આજકાલ લોકોની જીવન શૈલી ની આધુનિકતા અને ટેક્નોલોજીમાં ઉન્નતિકરણએ પરંપરાગત ભારતીય જીવન શૈલી નો દ્રષ્ટિકોણ બદલ્યો છે, છતાં તા લોકોના સ્વાસ્થ્ય અને મન ઉપર અસર કરે છે. ગાય તેના અગણિત લાભ ને કારણે માતા તરીકે ઓળખાય છે છતાં પણ દિવસે દિવસે તેનું મહત્વ સમાજમાં ઓછું થતું જાય છે. ગાય એ એકમાત્ર એવું પ્રાણી છે જે પૃથ્વી પર જીવવા માટે આપણને મદદ કરે છે. ગાય નું મહત્વ આપણા જીવન માં વધારવાના ધ્યેય સાથે અમે ગીર ગોપાલ ફાર્મ ની શરૂઆત કરી છે. ગીર ગાય જેવી મૂળ દેશી ગાયોની જાતિનું અસ્તિત્વ ટકાવવા અને મૂળ ગીર ગાયોની વસ્તી વધારવા માટેના તમામ પ્રયાસ અમે કરીએ છીએ. તબીબી સરવાર થી લઈને ગર્ભાવસ્થા સુધી, અમારા પ્રાણીઓની કાળજી રાખવા અમારી પાસે સંપૂર્ણ સાધનો છે. અમે પરંપરાગત પદ્ધતિથી ગીર ગાય દૂધ, ગીર ગાય ઘી, ગીર ગાય મૂત્ર અને ગીર ગાય ગોબરનું ઉત્પાદન કરીએ છીએ. અમે શ્રેષ્ઠ જાતિની ગીર ગાયો સપ્લાય પણ કરીએ છીએ.

About Gaushala

અમારું મિશન અને દ્રષ્ટિકોણ

અમારું મિશન વિશ્વ ની શ્રેષ્ઠ જાતિની ગાય , ગીર ગાય ની સંભાળ માટે કાર્યક્ષમ કાળજી લેવાનું છે. ગીર ગાયનું દૂધ અને ઘી આપણા આરોગ્ય માટે શ્રેષ્ઠ છે કારણ કે તે આપણા શારીરિક અને માનસિક વિકાસ માટે ઉપયોગી છે. અમારું ધ્યેય - ગાયનું મહત્વ આપણા જીવનમાં વધારી સમાજ સેવા કરવાનું તેમજ તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર નું નિર્માણ કરવાનું છે. અને તેના માટે વધુ માં વધુ જમીન ગાયના ગોબર અને ગૌમુત્ર થી ફળદ્રુપ કરી ખેડૂતોના આર્થિક અને શારીરિક વિકાસ જડપ થી થાય તેના માટે મદદરૂપ થવાનો છે. અમે ગાય ના ગોબર અને ગૌમુત્ર ની મદદથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અમારો ફાળો પણ આપવા ઈચ્છીએ છીએ.

ગીર ગોપાલ ફાર્મ ખાતે ,અમારી દ્રષ્ટિ, અમારી ગાયો ની ઉત્તમ કાળજી માટે ટેક્નોલૉજી ના લાભ અપનાવવાની સાથે કુદરતી અને પરંપરાગત રીતે અમારી ગૌશાળા ની પ્રવૃતિઓ વધારી તેને ભારત ની શ્રેષ્ઠ ગૌશાળા બનાવવા માટે છે.


અમારા હેતુઓ

ગીર ગોપાલ ગૌશાળાનો મુખ્ય હેતુ , વિશ્વ ની શ્રેષ્ઠ જાતિની ગાય, ગીર ગાય નું સંરક્ષણ અને તેમની વસ્તી વધારવાનો છે.વધુમાં, અમારો હેતુ ગાય ના દૂધમાથી બનતા ડેરીના ઉત્પાદનોનું મહત્વ સમજાવી આપણા સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ માટે તે કઈ રીતે મદદ કરે છે તેના વિષે લોકોને પરિચિત કરવાનો છે. અમારી ગૌશાળા ખાતે અમે ગાય અને તેના વાછરડા ને તેના સંપૂર્ણ વિકાસ માટે કુદરતી વાતાવરણ પૂરું પાડીએ છીએ. રાષ્ટ્ર ના જડપી વિકાસ માટે તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે. ગીર ગાયનું દૂધ, ઘી અને અન્ય ઉત્પાદનો થી વધુમાં વધુ લોકો લાભ લઈ તેમનું જીવન તંદુરસ્ત બનાવે તે જ અમારું લક્ષ્ય છે.


ગાયથી થતાં ફાયદા

પ્રાચીન સમયથી જ ગાય તેના ગૌમુત્ર ના ફાયદા ના કારણે ખૂબ જ શુભ પ્રાણી તરીકે ઓળખાય છે. અહીં આપણા જીવન માં ગાય દ્વારા થતાં કેટલાક ફાયદા ઓનું વર્ણન કરેલ છે.

  • ગાયનું દૂધ ઉતમ પોષણયુક્ત ઉત્પાદન માનવમાં આવે છે કારણ કે તે ઓછી ફેટ અને વધુ શક્તિની સાથે સાથે વધુ પોષકમૂલ્યો ધરાવે છે.
  • ગાય નું ઘી આપણને ઘણા બધાં નાના તેમજ મોટા રોગોથી રક્ષણ આપવાની સાથે ઘણા રોગોના ઈલાજ માટે પણ ઉપયોગી છે.
  • ગાયનું ગોબર અને ગૌમુત્ર આપની આસપાસનો વિસ્તાર જંતુમુક્ત બનાવવા ઉપયોગી છે. જંતુમુક્ત કરવા માટેના અન્ય કોઈ પણ ઉપકરણો કરતાં તે વધુ શક્તિશાળી છે. તે ખેડૂતો માટે શ્રેષ્ઠ ખાતર પણ છે.
  • ગીર ગાય વધુ દૂધ આપે છે અને ખૂબ ઓછી જાળવણી માગે છે.
ગીર ગાય વિશ્વ માં શ્રેષ્ઠ ગાયની જાતી તરીકે ઓળખાય છે કારણ કે તેના ફાયદા અવર્ણનીય છે. લોકો જે ગીર ગાય ઉત્પાદનો અને ગીર ગાય જાતિઓ ખરીદવા ઈચ્છે છે તેમને અમે આવકારીએ છીએ. વધુ માહિતી માટે અમને લખો thegircow@gmail.com